ભારત વિકાસ પરિષદ ની વર્ષ૨૦૨૪-૨૫ ની નવી કારોબારીમાં અપાયું સ્થાન.
ભારત વિકાસ પરિષદની બોપલશાખાની વાર્ષિક સાધારણ સભા મળી.
ભારત વિકાસ પરિષદ ની બોપલ શાખા ની વાર્ષિક સાધારણ સભા:તારીખ: 27/04/2024 શનિવાર ના રોજ સાંજ ના ૬:૩૦ વાગ્યે મળી હતી .,જેમાં મોટી સંખ્યામાં સદસ્યો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
શ્રી રાજ થાળ બેંકવેટ હોલ સરદાર પટેલ રીંગ રોડ, બોપલ, અમદાવાદઃ ખાતે ભારત વિકાસ પરિષદ ની સભા મળી હતી. આ સભાની કાર્યવાહી દરમિયાન ડો રાજેશ ભોજક સિનિયર પત્રકારની ભારત વિકાસ પરિષદ,બોપલ પ્રકલ્પ ના મીડિયા સંયોજક તરીકે નિમણુક કરવામાં આવી હતી અને વર્ષ ૨૦૨૪-૨૫ ની નવી કારોબારીમાં મીડિયા સંયોજક ટીમ માં સ્થાન આપવામાં આવ્યું હતું.
સભામાં ચાર મુખ્ય અજેન્ડા રજૂ કરવામાં આવ્યા હતા.
- ગત વર્ષ ૨૦૨૩-૨૪ ના કરેલા કાર્યો નું લીસ્ટ
- ગત વર્ષ ૨૦૨૩-૨૪ના વાર્ષિક હિસાબો નું વાંચન.
- નવી કારોબારી સમિતિ ના સદસ્યો ની નિમણુંક અને તેની ઘોષણા.
4 . પ્રક્લપ ના સંયોંજકો અને સહ સંયોંજક ની નિમણુંક અને તેની ઘોષણા.
કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ્ ગાન થી કરવામાં આવી હતી.ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને સ્વાગત પરિચય સાથે વાર્ષિક કાર્યક્રમો ની માહિતી આપવામાં આવી હતી.વાર્ષિક ખર્ચ ના હિસાબો પ્રસ્તુત કર્યા બાદ વર્ષ 2024-25 ની કારોબારી ની ઘોષણા કરવામાં આવી હતી.સભામાં નવા સભ્યો નું સ્વાગત કરવામાં આવ્યું હતું.નવા વર્ષમાં ભારત વિકાસ પરિષદ ના સભ્યો ની સંખ્યા બમણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.
મધ્ય પ્રાંત ના હાલ ના ઊપ પ્રમુખશ્રી પ્રકાશભાઈ કસવાલા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.
કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્ર ગીત ગાઈને કરવામા આવી હતી.ફોટો સેશન દ્રારા આ પ્રસંગ ની યાદગીરી સૌ એ લીધી હતી.બહેનોના પ્રદાન ને સભામાં બિરદાવવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે ભોજન લઈને સૌ છૂટા પડ્યા હતા.