


મોટાભાગે અહીં રાજસ્થાનથી બકરાઓ આવતા હોય છે..જોકે આ વર્ષે ૧૭મી જૂનની બકરા ઈદ પહેલા ખૂબ જ ધાર્મિક બકરો સામે આવ્યો છે.ચંડોળા તળાવ પાસે રહેતા વસીમભાઈને એક એવો બકરો તેમની પાસે છે..જે ત્રણ વર્ષ નો છે.બકરાના કાનમાં મહમ્મદ ઉર્દુ ભાષામાં લખેલ છે.. આવો દુર્લભ બકરો જોવા માટે લોકો અહીં આવી રહ્યા છે.ત્યારે આ બકરાના માલિક વસીમભાઈ એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે બકરાને તેઓ રાજા નામથી સંબોધન કરે છે તેમજ આ બકરાને લેવા માટે કોઈ અલ્લાહનો બંદો આવે જે મોટા ભાગે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી આવે તેવી ઈચ્છા વ્યકત કરી. જોકે આ બકરા ના કાન પર મોહમ્મદ ઉર્દુ ભાષામાં લખેલું હોવાથી તેની કોઈ કિંમત નક્કી નથી કરી..પણ કોઈપણ અલ્લાહનો બંદો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી આવશે તો ચોક્કસ આ બકરાને આપવાનું નક્કી કરેલ છે..

બકરા ઈદની પહેલા કાન ઉપર ઉર્દુ ભાષામાં લખેલ બકરો જોવા માટે અહીં લોકો આવી રહ્યા છે ત્યારે વસીમભાઈએ આ બકરાને પોતાના સંતાનની જેમ ઉછેર કરી રહ્યા છે.