ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા અમદાવાદ શહેરના સર્કિટ હાઉસ ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. પાર્ટીને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થતા હર્ષોલ્લાસ પૂર્વક સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી. ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી ગુજરાતમાં વિવિધ મુદ્દાઓ અને ખાસ હિંદુત્વના મુદાઓને લઈને કાર્યશીલ રહે છે.ઉપરાંત લોકોની સમસ્યા અને સ્થાનિકોને પડતી તકલીફો ને લઈ તમામ.મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકી નિવારણ લાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.
છેલ્લા 6 વર્ષ થી સ્થાનિક વિસ્તારો માં. કાર્યરત ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીના તમામ હોદ્દેદારો 7 માં વર્ષમાં પ્રવેશ અંગે ની ઉજવણીમાં સહભાગી થયા હતા. જ્યારે આ પ્રસંગે આગામી વર્ષમાં વિવિધ મુદ્દાઓને લઇ આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ સાથે જ પાર્ટીના અધ્યક્ષે આગામી દિવસોમાં હિન્દુઓની લાગણી દુભાય તેવી રીતે તંત્ર દ્વારા જે રીતે ઠેર ઠેર મંદિરો હટાવવા નોટિસો પાઠવવામાં આવી રહી છે. તેનો લોકશાહી ઢબે વિરોધ નોંધાવવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. આ સાથે સ્થાનિક નાગરિકોના હિતના તમામ લોકહિતના પ્રશ્નોને વાચા આપવાની તૈયારીઓ પણ દર્શાવી હતી.