Read Time:1 Minute, 13 Second

અમદાવાદ જિલ્લાની શાળાઓમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી
૧૪૮ શાળાઓના ૭૭૪૫ વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રૂપ ચેક કરવામાં આવ્યું

રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે સમગ્ર વિશ્વમાં ૧૪મી જૂનના રોજ ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ રક્તદાન નિમિત્તે અમદાવાદ જિલ્લાની ૧૪૮ શાળાઓમાં બ્લડ ગ્રૂપિંગ કેમ્પ અને પ્રતિજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે જિલ્લાની શાળાઓના કુલ ૭૭૪૫ વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રૂપ ચેક કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના શિક્ષકો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓને નિયમિત રક્તદાન કરવાના તેમજ લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાના અને અન્યોને પણ રક્તદાન માટે પ્રોત્સાહિત કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
