કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશભરની વીજ કંપનીઓના ગ્રાહકોને ફરજીયાત Pre-paid Smart Energy Meter આપવાની સ્કીમ સામે વીજ ગ્રાહકોમાં અસંતોષ અને આક્રોશ ભભુકી રહ્યો છે..ત્યારે Pre-paid Smart Energy Meter નું અબજો રૂપિયાના કૌભાંડના ષડયંત્ર સામે ગ્રાહક સુરક્ષાનો ઉગ્ર વિરોધ છે. ..કેન્દ્ર સરકાર દ્વારા વીજ કંપનીઓને શરૂઆતમાં ફંડ આપવામાં આવી રહ્યું છે અને સરકારી વીજ કંપનીઓ અને ખાનગી વીજ કંપનીઓ પણ વીજ કનેક્શન ધારક ગ્રાહકોને દેશભરમાં 23 કરોડ અને ગુજરાતમાં 1.64 કરોડ Pre-paid Smart Energy Meter પધરાવવાનો કારસો કર્યો છે…
જ્યારે રૂ.3 હજારનું મીટર રૂ.8 હજારમાં વેચાણ કરવામાં આવશે તેવું અહીં વાત કરવામાં આવી છે… પ્રમુખે જણાવતા કહ્યું હતું કે ગ્રાહકો પાસેથી પાછળથી બીલમાં મીટરની મોં માગી મનસ્વી કિંમત વસુલ કરવામાં આવશે અને અત્યારના ઇલેકટ્રોનિક ડીજીટલ મીટરો પરફેક્ટ છે અને નવા Pre-paid Smart Energy Meter ની કોઇ જરૂરીયાત ન હોવા છતાં વીજ ચોરી અટકાવવાના નામે પ્રિ. પેઇડ સ્માર્ટ મીટરો આપવા સરકારી ગોરખ ધંધા થઇ રહ્યા છે… ગ્રાહકો આજે જાગૃત થયા છે અને ફરજીયાત પ્રિ. પેઇડ સ્માર્ટ મીટરો સામે રસ્તાઓ ઉપર આવી આંદોલન કરી બહિષ્કાર પોકારશે, સાથેસાથે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની રીટ અરજી કરી દાદ માંગવામાં આવશે….