Read Time:2 Minute, 10 Second
માનવ જીવનમાં માનસિક શાંતિ મનોબળ સશક્ત સકારાત્મક વિચારોની વર્તમાન સમયમાં અતિ આવશ્યકતા છે ત્યારે દેશ વિદેશમાં ભારતીય અધ્યાત્મિકતાનું મહત્વ વધતું જાય છે ભારતીય સંસ્કૃતિ પરંપરા રાજયોગ મેડીટેશનની મહત્વતાને બ્રહ્માકુમારીઝ દ્વારા સતત કાર્યક્રમો દ્વારા બતાવવામાં આવી રહેલ છે.
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર સંસ્થા દ્વારા યોગા પર અનેક રિસર્ચ થયેલ છે જેમાં આબુ શાંતિવન ખાતે "થોટ લેબ ટ્રેનીંગ"નો આજથી પ્રારંભ થયેલ છે જેમાં કોઈપણ પરિસ્થિતિ બીમારી સમસ્યા સત્કાર્ય માટે માનસિક શક્તિ અને સકારાત્મક દીશા ને પોતાના વિચારોનું પરિવર્તન એક કળાની જેમ રાજયોગા મેડીટેશન દ્વારા કરવામાં આવશે જેનો પ્રયોગ જયપુર યુનિવર્સિટીમાં કરવાથી વિદ્યાર્થીઓના માનસમાં અનેક પોઝિટિવ પરિવર્તન આવેલ છે જેથી વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતા વધેલ છે.
ભારતીય દુતાવાસ રશિયાના મોસ્કો ખાતે વિનય કુમારજીની અધ્યક્ષતામાં રશિયા દુતાવાસના અધિકારી કર્મચારીઓ માટે રાજયોગ મેડીટેશન વક્તવ્ય યોજાયું જેમાં રશિયા ની ડાયરેક્ટર બ્રહ્માકુમારી સુધાબેન ને ભારતીય અધ્યાત્મિકતા સકારાત્મક જીવન શૈલી તથા માનસિક એકાગ્રતા માટે રાજયોગા પર પ્રકાશ પાંડેલ જેમાં મુખ્ય ચાન્સસેલર નારુન ડો.બ્રિજેશ સહિત અનેક રશિયન અધિકારીઓએ ભાગ લઈ પોતાને ભારતીય આધ્યાત્મિકતા દ્વારા સશક્ત કરેલ.